Saturday, October 6, 2012

*  ગાંધીનગરની લોચાગીરી - પૂણાગામના પીપલીયા અલ્પેશના ટેટ 1 ના પરિણામમાં ૩૨   ગુણના   ૧૦૦   ગુણ થયા 
*  રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાથી ઉંડી તપાસ થઈ. આર.ટી.આઈથી આન્સર કી મંગાવાઈ

વધુ માહિતી માટેની નીચેની લિંક પર ક્લીક કરો.



ટેટ 1 ની પરીક્ષામાં ૩૨ગુણના થયા ૧૦૦ ગુણ 

હમણાં ગુ.મા.શિ.બોર્ડના ધોરણ ૧૦ ના ફોર્મ ઓનલાઈન ભરાય છે. દુખ એ વાતનું છે કે શાળામાં મેન્યુઅલી ફોર્મ ભરતાં 5 થી 7 મિનિટ થાય તે ફોર્મ ચાલુ શાળાએ ઓનલાઈન ભરતાં ૩૦ થી ૩૫ મિનિટ કે કલાક પણ થઈ જાય છે. વિચારો કે એક ફોર્મ ભરતાં આટલો સમય થાય છે તો ધોરણ ૧૦ તથા ૧૨ ના ૪૦૦ ફોર્મ ભરતાં કેવી હાલત થશે ?  અત્યારે દરેક શાળાઓમાં આચાર્ય - ક્લાર્ક અને શિક્ષક ધીમી ગતિએ ફોર્મ ભરાતાં કંટાળાજનક પરિસ્થિતીઅનુભવે છે. સમયનો વ્યય થાય છે. એ વાત ચોક્ક્સ છે કે ઓનલાઈન ફોર્મ ભરવાથી ફાયદા ઘણા બધા છે પરંતુ ફોર્મ સર્વર પણ મજબૂત ઝડપી હોવું જોઈએ. હેલ્પ લાઈન ફોન પર પ્રશ્ન પૂછતાં જવાબ મળે છે કે શાળા સમય દરમ્યાન ફોર્મ ભરતાં તકલીફ પડશે કારણકે આખા ગુજરાતમાંથી એકસાથે ફોર્મ ભરાય છે તેથી સર્વર બીઝી રહે છે.  શું એવો કાર્યક્રમ ન બનાવી શકાય કે ચોક્ક્સ તારીખમાં ત્રણથી ચાર જિલ્લાજ ફોર્મ ભરે ત્યારબાદ બીજી ચોક્ક્સ તારીખમાં બીજા ત્રણથી ચાર જિલ્લા ફોર્મ ભરે. આનાથી સર્વર બીઝી પણ ન રહે અને અફડાતફડી અટકે. વળી ધોરણ ૮/૯ શાળા ટાઈપમાં પ્રાઈવેટ શાળા વિકલ્પ પસંદ કરવા છતાં જિલ્લા શાળા પસંદગી બતાવે છે. તે પણ સુધારવાની જરૂર છે. રીપોર્ટમાં વિષયવાઈઝ રીપોર્ટમાં સંખ્યા ઓછી બતાવતું હતું.  

Thursday, October 4, 2012

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો અને સરકારનાં પ્રધાનોએ તેનું પાલન કરવાનું હોય છે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા અધિકારીઓ તમામનાં આચરણ પર ચાંપતી નજર રાખે છે. 

આદર્શ આચાર સંહિતા એટલે શું ? 
આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે. 

શા માટે આચારસંહિતાની જરૂર? 
ચૂંટણી દરમિયાન શાસક પક્ષ કે ગઠબંધન સહિત તમામ પક્ષોને ચૂંટણી લડવા માટે સમાન તક મળે તે માટે આચારસંહિતા ઘડવામાં આવી છે. રાજકીય પક્ષો વચ્ચે તણાવ-ઝગડાં કે ઝપાઝપી ટાળવા માટે, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજય તે માટે તેનું પાલન કરાવવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્યની શાસક પાર્ટી તેની સત્તાવાર સ્થિતિનો ચૂંટણી દરમિયાન દુરૂપયોગ ન કરે, તે માટે આચારસંહિતા જરૂરી છે.


વર્ષ 2000માં એક વિવાદ થયેલો. આદર્શ આચારસંહિતા ક્યારથી અમલી બને? તે મુદે વિવાદ થયેલો. ચૂંટણી પંચનો અભિપ્રાય હતો કે, ચૂંટણીની તારીખો જાહેર થાય કે તૂર્ત જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય. ચૂંટણી પંચનાં આ નિર્દેશની સામે એનડીએ સરકારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવેલાં. સરકારનો તર્ક હતો કે, જે તબક્કાનું ચૂંટણી જાહેરનામું બહાર પડે, ત્યારબાદ જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થવો જોઈએ. આ અંગે ચૂંટણી પંચ દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સર્વાનુત્તે નક્કી કરવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવે, તે સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની જાય.

રાજકીય પક્ષો અને તેનાં નેતાઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ, ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનો પર આચારસંહિતા લાગૂ પડશે. મોદીએ તેમની વિવેકાનંદ યાત્રાને મોકૂફ કરી દેવી પડશે.ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈ અધિકારીની બદલી નહીં થઈ શકે. તેઓ સરકારી વહીવટીતંત્ર કે સરકારી કર્મચારીઓનો ઉપયોગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે ન કરી શકે. ઉડ્ડાણો માટે હેલિપેડ્સ અને હવાઈ પટ્ટીઓ, જાહેર સભા માટે સાર્વજનિક સ્થળોનો ઉપયોગ તમામ રાજકીય પક્ષોને સમાનપણે કરવા દેવો પડે છે. તમામ રાજકીય પક્ષોને સમાન પ્રકારની શરતો અને જોગવાઈઓનાં આધારે સ્થળ આપવું પડે છે. જે નિયમો વિપક્ષને લાગૂ પડે છે, તે જ નિયમો શાસક પક્ષને પણ લાગૂ પડે છે.

કોઈપણ પ્રધાન કે સત્તામંડળ સેન્ક્શન ગ્રાન્ટ, અને વિવેકાધિન ફંડમાંથી ચૂકવણું નહીં કરી શકે. ચૂંટણી પંચે તારીખો જાહેર કરી ત્યારથી જ આ જોગવાઈઓનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન કે અન્ય કોઈ પ્રધાન જાહેર પ્રજાનાં ખર્ચે કોઈ જાહેરાત પ્રકાશિત ન કરાવી શકે. સરકારી પ્રસાર અને પ્રચાર માધ્યમોનાં ઉપયોગ પર પણ નિયંત્રણ આવી જાય છે. પ્રધાનો લોકો માટે કોઈ વચન કે નાણાકીય ફાળવણી ન કરી શકે. તેઓ કોઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ન કરી શકે તથા ખાતમૂહર્ત પણ ન કરી શકે. સરકારી સ્થાયી કે હંગામી નિમણૂંકો ન થઈ શકે તથા આ માટે પ્રક્રિયા પણ હાથ ન ધરી શકાય.

સાભાર - દિવ્યભાસ્કર ( ૦૪/૧૦/૨૦૧૨ ) 

Wednesday, October 3, 2012

Student Exam Registration
ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે.આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ, 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે
દેશનાં ચૂંટણીપંચ દ્વારા બુધવારની સાંજે ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી. ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. તા. 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયાઓ તા. 25મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સંપટની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી


ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કા માટે તા. 17-11 અને બીજા તબક્કા માટે તા. 23/11ના જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ પ્રથમ તબક્કા માટે તા. 24/11 અને બીજા તબક્કા માટે 30/11 રહેશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ્સની ચકાસણી કરવા માટેની તા. 26/11 અને બીજા તબક્કા માટે 1/12 રહેશે. 

પ્રથમ તબક્કાની ચૂંટણીનાં ઉમેદવારો તા. 28/11 સુધીમાં જ્યારે બીજા તબક્કાનાં ઉમેદવારો તા. 3/12 સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન તા. 13/12 અને બીજા તબક્કાનું મતદાન તા. 17/12ના યોજાશે. મતગણતરી તારીખ 20-12ના થશે. 
અત્યારે ઉચ્ચત્તર ભરતીમાં એમ.ફીલના ગુણ ગણાતા નથી. અહિ નીચે ઉચ્ચત્તર ભરતીમાં એમ.ફીલના ગુણ ગણવા માટે અરજીનો નમૂનો શ્રી નિલેશભાઈ જોષી તરફથી તૈયાર કરેલ અરજીનો નમૂનો મૂકેલ છે. લાગતા વળગતાઓએ ધારદાર રજૂઆત માટે નમૂનાની પ્રિંટ કાઢી પોતાના નામજોગ શિક્ષણમંત્રી તથા સચિવશ્રીને રજૂઆત માટે રજિ.એડીથી મોકલવો. જેથી ભરતી પહેલા હકારાત્મક પ્રતિસાદ મળે. વધુ માહિતી માટે શ્રી નિલેશભાઈ જોષીના ઈ-મેઈલ પર nileshjoshi119@gmail.com  પર કોંટેક્ટ કરવો. 




Tuesday, October 2, 2012

આજે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે  મારા ગામ ગોઝારિયાને તાલુકો જાહેર કરેલ છે. 
SSC પરીક્ષાના આવેદનપત્રો ( ફોર્મ્સ ) ભરવા અહિ ક્લીક કરો.


અત્યાર સુધી ફાજલનું રક્ષણ ૧૯૯૮ સુધી છે. સરકારશ્રી ફાજલનું  રક્ષણ ૨૦૧૨ સુધી લંબાવે તો ચોંકી જતા નહિ. ફાજલ રક્ષણ લંબાવવામાં સરકારશ્રીને કોઈ આર્થિક નુક્શાન નથી. 
રાહ જુઓ. નજીકના સમયમાં ફાજલ રક્ષણ - ઉચ્ચત્તર ભરતી તથા અન્ય માગણીઓ પ્રત્યે હકારાત્મક સમાચાર કદાચ મળી શકે. ચૂંટણી આચારસંહિતા પહેલાં ઘણા બધા સારા સમાચાર મળી શકે. 


New Press Note For Science Students about Entrance Test for Medical & Engineering
New Advertisement For the Recrutment