Thursday, June 28, 2012

ઘણા મિત્રો પૂછે છે કે કેટલા ગુણે પાસ થવાય ? હું જાણુ છું ત્યાં સુધી તા. ૨૩/૦૬/૨૦૧૧ ના જાહેરનામા મુજબ પરીક્ષાર્થીએ  ઉમેદવારી નોંધાવવા માટે  ૨૫૦ માંથી કુલ ૧૨૫ ગુણ લાવવા પડે .પરીક્ષાર્થીનું પરિણામ વર્ષ સુધી માન્ય ગણાય તથા પરીક્ષાર્થી વધુમાં વધુ પ્રયત્ને પરીક્ષા આપી શકે. એક કરતાં વધુ પ્રયત્ન હોય તો સરેરાશ ગુણ ધ્યાનમાં લેવાય.   ગુજરાત સમાચારમાં ૧૩૫ ગુણે પાસ થવાય તેમ લખેલ છે. તે સમજાતું નથી.ઘણા મિત્રો કહે છે કે ફરી પરીક્ષા આપવાથી ફાયદો થાય કે નુક્શાન ? મિત્રો - જો સારી તૈયારી હોય અને અગાઉ મેળવેલ ગુણ કરતાં વધુ ગુણ મેળવી  શકવાનો આત્મવિશ્વાસ હોય તો જ ફાયદો થાય અને જોખમ લેવાય. ભવિષ્યમાં પેપર સરળ પણ હોઈ શકે અને કઠિન પણ હોઈ શકે. કદાચ પેપર કઠિન હોય અને ૩.૦૨ % જેવું પરિણામ આવે તો રડવાનો વારો પણ આવે.

Wednesday, June 27, 2012

વિવેકાનંદ વિદ્યાલય - જડિયા.  તા. ધાનેરા. જિ. બનાસકાંઠાના વિજ્ઞાન શિક્ષક શ્રી બાબુભાઈએ  ધોરણ - 10  - વિજ્ઞાન ટેક્નોલોજી નું પ્રકરણ - 1  નેનોટેક્નોલોજીનો પરિચય માટે સુંદર પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને સારી રીતે પ્રકરણની સમજ આપી શકાય તેમ છે.  આ પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરવા http://edusafar.com/  વેબસાઈટની મુલાકાત લેવી. આ ઉપરાંત   સી.એમ.વિદ્યાલય ગાંધીનગરના શિક્ષક શ્રી હસમુખભાઈ દ્વારા પણ સામાજિક વિજ્ઞાનની સુંદર ક્વીઝ   http://edusafar.com/  વેબસાઈટ પર જોવા મળશે. આ વેબસાઈટ પર શ્રી સતનામભાઈ પટેલે   ખૂબજ ઉપયોગી એક્સેલ ફાઈલોનો ઢગલો ખટક્યો છે તો શ્રી કમલેશભાઈ - શ્રી નરેન્દ્રભાઈએ પ્રાથમિક વિભાગની તેમજ જનરલ નોલેજને લગતી ખૂબજ ઉપયોગી મહિતી મુકેલ છે.  તો મિત્રો મારા મંતવ્ય મુજબ સારસ્વત મિત્રો માટે  http://edusafar.com/ ની મુલાકત ખૂબજ ઉપયોગી થશે.
તા. ૦૭.૦૫.૨૦૧૨ ના રોજ યોજાયેલ TAT ( Secondary) - 2012 નું પરિણામ તા. ૨૮/૦૬/૨૦૧૨ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે જાહેર થશે. માધ્યમિક ટાટની પરીક્ષા  ૧૩૪૮૦૦ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૭૪૭૬૬ જેટલા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. એકંદરે પરિણામ  ૫૫.૪૫ % જેટલું છે. પરિણામ જોવા આ વેબસાઈટ જોતા રહેવું.

Friday, June 22, 2012

આજના દુ:ખદ સમાચાર
પરિણામ  સી.એ /આઈ.એસ ની પરીક્ષા કરતાં પણ  ખરાબ . લોકોનું કહેવું છે કે આના કરતાં કલેક્ટરની કે સી.એ ની પરીક્ષા આપવી સારી.
Tet -1  June 2012 ની પરીક્ષાનું અંદાજિત પરિણામ  ૩.૨૦ %  જેટલું ચોંકાવનારૂ જાણવા મળેલ છે.
૧૨૬૦૦૦ માંથી અંદાજિત ૪૦૦૦ પાસ
TEACHER ELIGIBILITY TEST (TET-I , PRIMARY TEACHER - JUNE - 2012)

એક જાણવા મળેલ સમાચાર મુજબ ગ્રાન્ટેબલ શાળાઓમાં  ૬૦૦ નવા ધોરણ - 8 ના વર્ગોની મંજૂરી તથા માધ્યમિક શાળાઓમાં ધોરણ - 9 તથા ધોરણ - 10 ના ૨૦૦૦ નવા વર્ગોને મંજૂરી મળવાની શક્યતા છે. પરિવર્તનનો પયંગબર એ જ આચાર્ય નહિ તો લાચાર્ય ( નિલેષ જોષી )  

Wednesday, June 20, 2012

સમાચાર મુજબ મુખ્ય શિક્ષક ભરતી પસંદગી કેમ્પ રદ કરેલ છે. અને હવે તા. ૨૫ તથા ૨૬ -૨૭ જૂન ના રોજ ફરીથી પસંદગી કેમ્પ યોજાશે.
બિન સત્તાવાર માહિતી મુજબ પ્રાથમિક શાળામાં મુખ્ય. શિક્ષકની સીધી ભરતીમાં પસંદગી થયેલા ઉમેદવારોએ પુનઃ પસંદગી માટે તા.૨૫ થી ૨૭મીએ હાજર રહેવું:

- ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા રાજયમાં આવેલી જિલ્લા/ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં મુખ્યક શિક્ષકની સીધી ભરતીથી નિમણૂક આપવા માટેની જિલ્લા પસંદગી કાર્યક્રમનું આયોજન તા. ૧૫,૧૬/૦૬/૨૦૧૨ અને તા.૧૮/૦૬/૨૦૧૨ દરમિયાન કરવામાં આવ્યું હતું. અને ઉમેદવારોની જિલ્લા પસંદગી કરાવવામાં આવી છે. આ ભરતી પ્રકિયામાં સામાન્ય વહીવટ વિભાગના તા.૨૯/૧/૨૦૦૦ ના પરિપત્રની જોગવાઇ મુજબ છૂટછાટ આપવાની ક્ષતિ ધ્યાન  ઉપર આવતાં તેના નિવારણ માટે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે. તે ઉમેદવારોને આપવામાં આવેલી જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે.અને તે માટે પુનઃ જિલ્લા પસંદગી માટે તા. ૨૫,૨૬,/૦૬/૨૦૧૨ અને તા.૨૭/૦૬/૨૦૧૨ ના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે તેવા સમાચાર ધ્યાન પર આવ્યા છે.

Sunday, June 17, 2012

મહેસાણા જિલ્લામાં વિષય પ્રમાણે ખાલી રહેતી જગ્યાઓ

માધ્યમિક વિભાગમાં ખાલી જગ્યાઓ - 1
માધ્યમિક વિભાગમાં ખાલી જગ્યાઓ - 2
ઉચ્ચ.માધ્યમિક ( સામાન્ય પ્રવાહ ) વિભાગમાં ખાલી જગ્યાઓ - 1
ઉચ્ચ.માધ્યમિક ( સામાન્ય પ્રવાહ ) વિભાગમાં ખાલી જગ્યાઓ - 2
ઉચ્ચ.માધ્યમિક ( વિજ્ઞાન પ્રવાહ ) વિભાગમાં ખાલી જગ્યાઓ


Special Leave Petition (Civil) 14124 -14125 OF 2012  ફીક્સ પગાર અંતર્ગત સુપ્રિમ કોર્ટ કેસમાં  24/08/2012 મુદત પડી છે.
ફીક્સ પગાર કેસ સ્ટેટસ  
 


બનાસગંગા શિક્ષણ મે-જૂન અંક ( શાળાઓમાં વિષયની ખાલી જગ્યાઓની માહિતી સાથે )   ( Pdf સ્વરૂપે )

બનાસગંગા અંક વાંચવામાં ઘણા મિત્રોને ફોન્ટની તકલીફ પડે છે.આ તકલીફને ધ્યાનમાં લઈ ઉપરોક્ત Pdf અંક નીચે Jpeg સ્વરૂપે આપેલ છે.


બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 1
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 2
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 3  
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 4 
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 5 
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 6 
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 7 
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 8 
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 9 
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 10 
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 11 
બનાસગંગા શિક્ષણ અંક - પેઈઝ 12 



પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી ટેટ - 2 અગાઉ  જે  24/06/2012  ના રોજ લેવાનાર હતી તે પરીક્ષા હવે તા. 08/07/2012 ના રોજ લેવાશે. 










Tuesday, June 12, 2012

તા. ૨૪/૦૬/૨૦૧૨ ના રોજ કેટની પરીક્ષા કે અન્ય પરીક્ષા હોઈ પરીક્ષાર્થીઓ અન્ય પરીક્ષા આપે શકે તે માટે કદાચ ટાટની પરીક્ષાની તારીખ બદલાઈ શકે. તારીખ બદલાઈ છે તેવા કોઈ જ સત્તાવાર સમાચાર નથી.

ધોરણ - 11 વિજ્ઞાન પ્રવાહના દ્વિતીય સેમેસ્ટરનું પરિણામ તા. ૨૩/૦૬/૨૦૧૨ ના રોજ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. 

અખબારી યાદી - ધોરણ 11 સાયંસ પરિણામ

મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૨ ફાઈનલ મેરીટ અને કોલ લેટર

શોધ - સંશોધન નિબંધ મોકલી આપવા બાબત  






Sunday, June 3, 2012

 બનાસકાંઠા જિલ્લા મા.શિ.સંઘ ના પ્રમુખ શ્રી ઈલિયાસભાઈ તથા સંઘના બધાજ હોદ્દેદારોની કામગીરી પ્રસંશનીય છે. પરિપત્ર તાત્કાલિક પહોંચાડવામાં કે શિક્ષકના પ્રશ્નોની તેઓ નિર્ભયતાથી ઉચ્ચ કક્ષાએ ધારદાર રજૂઆત કરી હકારાત્મક ઉકેલ આવે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.નીચેનો પરિપત્ર તેમની રજૂઆત  દ્વારાજ આપણને પ્રાપ્ત થયો છે. આભાર ....  
બનાસકાંઠા - ફાજલ શિક્ષક - સ્થળ પસંદગી કેમ્પ મોકૂફ અંતર્ગત પરિપત્ર 


ફાજલ રક્ષણ અંતર્ગત - શ્રી ઈલિયાસભાઈ સિન્ધી(બનાસકાંઠા માધ્ય જિલા શિક્ષક સંઘ - પ્રમુખ ) નો સંયુક્ત સચિવને ધારદાર રજૂઆત કરતો પત્ર  (  ફોન્ટ ટાઈટલ ) 


Friday, June 1, 2012



પ્રાથમિક/માધ્યમિક શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ - સીસીસી ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો -શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com  લોંચ કરવામાં આવી છે. તેની મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો. આ બ્લોગ ઉપર મેનુ વિભાગમાં એજ્યુસફર નું લિંક મેનુ  ગોઠવેલ છે.