Friday, January 27, 2012

 પ્રાથમિક શાળાના પરિપત્રો માટે અહિ ક્લીક કરો.


અત્રે નીચે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ માટે ઈન્કમટેક્ષ ગણવા એક્સેલ સીટ આપેલ છે. ઈન્કમટેક્ષ ગણવા માટે શીટની અંદર જ્યાં જ્યાં પીળા ખાના છે ત્યાં ત્યાં આપના ડેટા નાખવા.લીગલ લેઝર સાઈઝના  કાગળ પર પ્રિંટ કાઢવી.   

Income Tax Calculation Sheet For 2011-12   ( Satnam Patel )

Tuesday, January 24, 2012

 સરદાર સરોવર વિશે જાણો

ડાયાબિટીસને જાણો ( ડો કેતન ઝવેરી )


કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભ્રષ્ટાચાર નામની ઉધઈએ દેશને તો ખોખલો કર્યો છે. આજે શિક્ષણના ક્ષેત્રને પણ ભ્રષ્ટાચાર આંબી ગયો છે.જાણવા મળ્યું કે સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે વિવિધ આઈ.ટી.આઈ માં ૩૫૦૦ થી ૪૫૦૦ નો ભાવ ચાલે છે. સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે કર્મચારીઓ દ્વારાજ કર્મચારીઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે છે.સરકારી લાભો મેળવવા માટે શિક્ષકો કે અન્ય કર્મચારીઓ કમ્પ્યૂટર ન આવડતું હોવા છતાં લેભાગું સી.સી.સી પરીક્ષા પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરતા અચકાતા નથી. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાની વાતો કરતા કે શાળામાં આદર્શ નિતીની વાતો કરનારા શિક્ષકોજ સી.સી.સી પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરી મૂછોમાં હસતા હોય છે. આવા દલાલોનો ધંધો ધમધોકાર ચલાવવામાં શું આપણે જવાબદાર નથી ? આવા દલાલોના કારણે મુખ્ય નુક્શાન તો એવા લોકોને થાય છે કે જેઓ કમ્પ્યૂટર સારી રીતે જાણે છે અને તૈયારી કરીને પરીક્ષા આપવા જાય છે પરંતુ આર્થિક ૩૫૦૦ થી ૪૫૦૦ રૂપિયાનો વ્યવહાર ન થયો હોયતો નાપાસ કરવામાં આવે છે. શિક્ષિત સમાજ દ્વારા જ ચલાવાતી આ બદીને મિત્રો આપણે જડમૂળથી ઉખેડવાની જરૂર છે. આજથી જ સી.સી.સી ની પરીક્ષા માટે આયોજનપૂર્વક તૈયારી કરી કોઈ સોદા વિના પરીક્ષા આપવાની તૈયારી કરીએ.
વધુમાં જણાવતાં આનંદ થાય છે કે સરકારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના નવા કેન્દ્રોને પણ માન્યતા આપેલી છે તેના દ્વારા પાસ કરેલી પરીક્ષા પણ માન્ય છે જ. આવા કેન્દ્રો દ્વારા સોદા લાંચ થતી નથી તેવું મારુ માનવું છે. આ સાથે માન્ય કેદ્રોની યાદી દર્શાવતો પરિપત્ર સામેલ છે.


Tuesday, January 17, 2012


ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક મેરીટ ગણતરી યંત્ર


અહી,નીચે વિવેકાનંદ વિદ્યાલય - જડીયા . તા.ધાનેરા  જિ. બનાસકાંઠા ના શિક્ષકશ્રી બાબુભાઈ પટેલે તૈયાર કરેલ ધોરણ - 9 તથા ધોરણ - 10 ના  વિજ્ઞાન ટેક્નોલોજી વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શિક્ષક મિત્રોના શાળામાં ઉપયોગ સારૂ મૂકેલ છે.શ્રી બાબુભાઈએ ખૂબજ સુંદર   પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે. અન્ય શિક્ષક મિત્રો પણ મારા ઈ-મેઈલ આઈડી પર વિદ્યાર્થી માટે ઉપયોગી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મોકલશો તો આનંદ થશે.  શ્રી બાબુભાઈના પી.પી.ટી આપના કમ્પૂટરમાં વાંચી શકાતા ન હોય તો LMG ARUN ફોન્ટ નાખવા. તેમનો મોબાઈલ નંબર ૯૮૯૮૩૬૭૩૬૮  છે. 





ધોરણ - 9  - પ્રકરણ - 7   પ્રેઝન્ટેશન ( વિજ્ઞાન અને ટેક્નોલોજી )

ધોરણ - 9  -  પ્રકરણ - 8   પ્રેઝન્ટેશન   ( વિજ્ઞાન અને ટેક્નોલોજી )






TAT EXAM RESULT FOR HIGHER SECONDARY

TAT EXAM RESULT PRESS NOTE 

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન - પ્રકરણ 6 પ્રેઝન્ટેશન