Thursday, August 21, 2014

સમાન કામ સમાન વેતન

શું આ વ્યાજબી છે ?

સમાન કામ સમાન વેતન અંતર્ગત જરા વિચારજો.

એક સાચી વાર્તા

એકજ શાળામાં એક સિનિયર શિક્ષક કે જે સુપરવાઈઝર છે જેનો માસિક પગાર ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ છે. જેને બે બાળકો તથા માબાપ છે.  જેનો વર્કલોડ સુપરવાઈઝર હોવાને નાતે  અઠવાડિયાના ૧૮ થી ૨૦ તાસ છે જ્યારે બીજો શિક્ષણ સહાયક  ૯૪૦૦ રૂપિયા ઉચ્ચક વેતન મેળવે છે જે પણ બે બાળકો તથા માતાપિતા સાથે રહે છે. જેનો વર્કલોડ અઠવાડિયાના ૩૩ થી ૩૫ તાસ છે.

બંને માટે બજારમાં ખરીદીની બધી વસ્તુના ભાવ સરખા છે. સિનિયર માટે ડુંગળી ૯૦ રૂપિયાની કિલો તો શિક્ષણ સહાયક માટે પણ ડુંગળી ૯૦ રૂપિયાની કિલો. આજ રીતે અન્ય બધી જીવન જરુરિયાતની વસ્તુઓ માટે બજારમાં ભાવ સરખા છે. મોંઘવારી બંને શિક્ષક માટે સમાન છે. દૂધ બંને શિક્ષક માટે ૧ લિટરના ૫૦ થી ૫૫ રૂપિયા છે.
ગુજરાતમાં બજારમાં એવી કોઈ દુકાનો નથી કે જેમાં ફૂલ પગારવાળાના ખરીદીના ભાવ અને ફિક્સ પગારવાળાની ખરીદીના ભાવ જુદા જુદા  હોય. તેલ - પેટ્રોલ - ડીઝલ કે કોઈપણ વસ્તુના ભાવ બધા માટે સમાન છે.

તો શું  કાયમી શિક્ષક કે કોઈપણ કાયમી કર્મચારીને મોંઘવારી નડતી હોય તો પછી ફિક્સ પગાર વાળા કોઈપણ કર્મચારીને બજારૂ મોંઘવારી નડતી નથી ?
 કાયમી કર્મચારીના પગારમાં ૧૦ % મોંઘવારી વધારો થાય તો શું ફિક્સ પગારવાળા કર્મચારીઓ મોંઘવારી વધારા માટે હકદાર નથી ? સરકાર દ્વારા જ્યારે મોંઘવારી વધારો થાય છે ત્યારે ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ રૂપિયા પગાર લેતો કે જેનો વર્કલોડ ઓછો છે તે હરખાય છે અને તે દિવસે સમાચારપત્રમાં તે સમાચાર ત્રણથી ચાર વખત વાંચે છે અને મૂછમાં હસે છે જ્યારે અન્ય ફિક્સ પગારવાળો મિત્ર કે જેનો વર્કલોડ ઘણોજ છે અને સતત પરસેવો પાડે છે તે સમાચાર સાંભળી રડી પણ શક્તો નથી.  
સમાન કામ સમાન વેતનના કુદરતી સિધ્ધાંતના નિયમ મુજબ તો તેઓ ફિક્સ પગાર તેમજ તેના લેબલથી જ પહેલાંથી જ માનસિક યાતના ભોગવે છે અને એમાંય મોંઘવારી વધારાનો માર તેમની યાતનાઓમાં ઉદીપકીય વધારો કરે છે.
આ પ્રશ્ન અંતર્ગત રાત્રે જમ્યા પછી શાંત ચિત્તે ખુરશીમાં બેસી પેટમાં રહેલા અન્ન ઉપર હાથ ફેરવી જરા વિચારજો હોં કે .......

 આ પોસ્ટ અંગે આપની કોમેંટ્સ આવકાર્ય છે. ફિક્સવેતન - ચિંતન - ચિંતા

આજે જ્યારે મોંઘવારી ચરમસીમા એ છે ત્યારે ફિક્સ વેતનમાં વધારો કરવો એ સરકારની નૈતિક ફરજ છે. એક શાળામાં એક શિક્ષક  ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ પગાર મેળવે છે જ્યારે તે જ શાળામાં અન્ય શિક્ષક  ૫૩૦૦ જેટલો ફિક્સ પગાર મેળવે છે. બંને એકજ બઝારમાંથી ખરીદી કરે છે. ગુજરાતમાં એવું કોઈ બજાર બન્યુ નથી કે જેમાં ૫૩૦૦ રૂ. પગારવાળા ફિક્સ પગારદાર વાળા કર્મચારીની ખરીદી સસ્તી હોય. દૂધ - ઘી - તેલ કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ બધા માટે સરખા ભાવે મળે છે. 

ફિક્સ પગારવાળા કર્મચારીઓની પત્ની - પતિ કે બાળકો માટે  ફિક્સ આહાર આપીએ તો શું તે તંદુરસ્ત રહી શક્શે ? આજે દવાખાનામાં દાક્તરની કેસ ફી પણ  ૨૫૦ રૂપિયાથી ઓછી નથી ત્યારે  ૧૦૦ થી ૩૦૦ રૂ.  મેડિકલ એ  મૂછમાં હાસ્ય ફેલાવે છે. 


Fix Salary Oponionશ્રી નિલેશભાઈ જોષી એ ફિક્સ પગાર - ફિક્સ માનવી અને ફિક્સ રાષ્ટ્ર અંતર્ગત પોતાના વિચારો રજૂ કરેલ છે.જે વાંચવા નીચેની બે લિંક પર ક્લીક કરો. 


ફિક્સ પગાર અંતર્ગત

કાયમી નોકરી ધરાવતા ફિક્સ પગાર ધરાવતા લોકોને કેસ સુપ્રિમમાં પેંડીંગ છે. તેની આગામી લિસ્ટીંગ તારીખ ૦૨/૦૯/૨૦૧૪ છે. આજ રોજ ટીવી ૯ તથા સંદેશ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત સમાચારમાં જણાવ્યા મુજબ  કર્મચારી આનંદો. લઘુત્તમ વેતન અંતર્ગત હાઈકોર્ટ ખફા જેવા ન્યૂઝ વોટ્સ અપ તેમજ ચેનલમાં જોવા મળ્યા. જો કદાચ આવો ચુકાદો આવ્યો હોય તો ખુશીના સમાચાર ગણી શકાય. કારણકે ફિક્સ પગારમાં આજની અસહ્ય મોંઘવારીમાં કુંટુંબનું ભરણપોષણ કરવું તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.  

હું જાણુ છું ત્યાં સુધી અગાઉ  બધાજ કર્મચારી માટે હાઈકોર્ટ દ્વારા સરકારને ફિક્સ પગાર બંધ કરી નોકરી લાગે ત્યારથી જ ફૂલ પગાર આપવાની અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવાનો રાજ્ય સરકારને હુકમ કરેલ હતો. જેના અનુસંધાને રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરેલ છે . જે  એસ.એલ.પી  ૧૪૧૨૪/૨૦૧૨ થી દાખલ છે. જેનો આજ સુધી કોઈજ ચુકાદો આવેલ નથી. આગામી તારીખ ૦૨/૦૯/૨૦૧૪ બતાવે છે. એમાં પણ ચુકાદો કે લાસ્ટ જજમેંટ નથી. જેથી રેગ્ય્લર ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે આજના સમાચાર નહિ હોય  તેવું મારૂ અંગત માનવું છે. 

આજ ન્યૂઝ ચેનલમાં આવતા સમાચાર કદાચ  કરાર આધારિત પાર્ટ ટાઈમ કર્મચારીઓએ કોઈ કેસ હાઈકોર્ટમાં દાખલ કરેલ હશે અને તેના અનુસંધાનમાં હાઈકોર્ટ દ્વારા અભ્યાસ કરી સરકારની ટીકા સાથે આવા કર્મચારીઓના ફેવરમાં પગાર વધારાનો ચુકાદો આપ્યો હોય તેવું બની શકે. બાકી મારૂ માનવું છે કે આજના સમાચાર બધાજ કર્મચારીઓ માટે નહિ હોય.. કારણકે ફિક્સ પગાર અંતર્ગત  રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમમાં અગાઉ અપીલ દાખલ થયેલ છે. 

Tuesday, August 19, 2014

Science Fair Mehsana District

Suchana for Secondary Teacher Bharti

Secondary Teacher Bhari  from 20/08/2014 to 30/08/2014

Jaherat Secondary Teacher

Madhyamik shixak bharti

HTAT Bharti Process

TAT News

Scanned by CamScanner

Monday, August 18, 2014

Teacher Day Knowledge Week Celebration

English Training Primary

CCC Syllabus

Sunday, August 17, 2014

Khel MahaKunbh 2014 Circular

JituGozaria Application

Second sem Answer Sheet Observation Shedule

Use your brain and give your answer in comment

What is the number of Parking Car ?


Posted via Blogaway

Show your talent in this mini holidays

Identify City name of India


Posted via Blogaway

CCC Practice Paper

Sce in std 3 to 8

7 th Pay News

Primary 1 day Training Circular

Saturday, August 16, 2014

ઓન લાઇન OJAS માટે અરજી કરવાની રીત

ઓન લાઇન OJAS માટે અરજી કરવાની રીત


સૌ પ્રથમ http://ojas.guj.nic.in પર જવું. હવે
"Apply On line" Click કરવું.
તાજેતરની નોકરીની જાહેરાત પૈકી જે સંવર્ગની જાહેરાતમાં અરજી કરવાની હોય તેના પર Click કરવાથી તે જગ્‍યાની વિગતો મળશે.
તેની નીચે "Apply now" પર click કરવાથી Application Fomat ખુલશે જેમાં સૌ પ્રથમ "Personal Details" ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી ( * ) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)


Personal Details ભરાયા બાદ "Educational Details" ભરવા માટે "Educational Qualifications" પર Click કરવું.

જો વધુ લાયકાત દર્શાવવા માંગતા હો તો "Add more education" પર Click કરવું.


તેની નીચે "Self declaration" પર click કરવું. ત્
ઉપરની શરતો સ્‍વીકારવા માટે "yes" પર click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે.

હવે save પર click કરવાથી તમારી અરજીનો online સ્‍વીકાર થશે.

અરજી કર્યા બાદ ઉમેદવારનો "Application number" generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની અરજી ક‍‍યા સંજોગોમાં રદ થવાને પાત્ર છે

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની અરજી ક‍‍યા સંજોગોમાં રદ થવાને પાત્ર છે (ઉમેદવારે અરજી ફોર્મ આપતાં પહેલાં આ બાબતો ધ્‍યાનમાં લેવી જોઈએ.)

અરજી મંડળે નિયત કરેલ અરજી પત્રકમાં ન હોય.


અરજીમાં વિગતો અધૂરી કે અવાચ્‍ય હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં ઉમેદવારની સહી ન હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં કેપીટલ લેટરમાં સહી કરેલ હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં ફેકસથી કે ઇ-મેઇલથી મોકલાવેલ હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવેલ ન હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની ઝેરોક્ષ લગાવેલ હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટ બે માંથી એક જ મોકલાવેલ હોય.

અરજી સાથે પૂરેપૂરી ફી ભરેલ ન હોય.

અરજી ફી ભરેલ હોય, પરંતુ ભારતીય પોસ્‍ટલ ઓર્ડર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાનો ખરીદેલ હોય.

ઉમેદવારે શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં માર્કશીટ/પદવી પ્રમાણપત્રની નકલ રજૂ કરેલ ન હોય.

સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે તાજેતરના પુરા થયેલા નાણાકીય વર્ષનું અર્થાત તા. ૦૧-૦૪-૨૦...... બાદનું નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર રજૂ કરેલ ન હોય.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા શારીરિક વિકલાંગતા ધરાવતા ઉમેદવારે અરજી પત્રક સાથે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ પ્રમાણપત્રની નકલ રજૂ કરેલ ન હોય.

ઉમેદવારે અરજી પત્રકમાં અનુભવ દર્શાવેલ હોય (જેના આધારે પાત્રતા નક્કી કરવાની થતી હોય) અને તેના સમર્થનમાં પ્રમાણપત્રો રજૂ કરેલ ન હોય અથવા તો રજૂ કરેલ પ્રમાણપત્રો તેઓનો અનુભવનો સમયગાળો, મૂળ પગાર, કુલ પગાર અને અનુભવનો પ્રકાર દર્શાવેલ ન હોય તથા સંસ્‍થાના લેટરપેડ ઉપર પ્રમાણપત્ર ન હોય.FIX Pay Salary Supreme Case Status - New listing date 02/09/2014

FIX Pay Salary Supreme Case New listing date 02/09/2014Use Your Brain

                          Use Your Brain 

એક સ્કૂટર ને  બે ટાયર છે અને તેની સાથે એક સ્પેર ટાયર છે. એક ટાયર વધુમાં વધુ  5 કિલોમીટર દોડી શકે છે. તો સ્કૂટર કેટલા કિલોમીટર સુધી પહોંચશે ? 


જવાબ  કોમેંટ્સમાં આવકાર્ય છે.  

બિન સચિવાલય ક્લાર્ક ભરતી ......

COMMING SOON..............

કોઈ કારણસર ભરતી ખુલી નથી. નોટિફિકેશન વાંચો. જાહેરાત આજે નહિ તો ગમે ત્યારે આવશે. 

GSSSB Recruitment 2014 for 2444 Bin Sachivalay Clerk Class-3 Posts (OJAS)
Posts : Clerks
Starting Date : 16-08-2014
Last Date : 06-09-2014
Apply Online : Click Here .....WaitFor Jail Sipai Add Starts From Today

New advertisement for jail sipai

Hiv Child Admission

Test Paper Maths Std 10